લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારી-સ્ટાફના માણસો ગઈરાતથી સવાર સુધી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમી રાહે મળી આવેલ હકિકત આધારે વોચમાં રહેતા સફેદ કલરની ટાટા ઈન્ડિકા વિસ્ટા કારમાં જગદિશભાઈ ધીરૂભાઈ મકવાણા ઉ.વ.ર૭ ડ્રાઈવીંગ રહે.રપ વારીયા, પ્રેમજીભાઈના મકાનમાં ભાડેથી, અખિલેશ સર્કલ પાસે, શિવાજીસર્કલવાળો મળી આવેલ. તેની કારમાંથી બિયર નંગ-પ૭૬ કિ.રૂા.પ૭,૬૦૦ તથા કાર કિ.રૂા.૧,પ૦,૦૦૦ મોબાઈલ-૧ કિ.રૂા.પ,૦૦૦નો મળી કુલ રૂા.ર,૧ર,૬૦૦નો મુદ્દામાલ મળી આવેલ. આ બિયર બાબતે તેને પુછતા જેન્તી ઉર્ફે જેનુ ઘુસાભાઈ ગોહિલ રહે.ઘોઘા રોડ, શિતળામાના મંદિર પાસે, ભાવનગરવાળાના કહેવાથી લઈ આવેલ હોવાનું જણાવેલ. જે અંગે તેઓ બન્ને વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ.