લાભ પાંચમે તમામ બજારો ફરીથી ધમધમ્યા

704

દિવાળી પર્વની પૂર્ણાહૂતિ થયા બાદ રજાઓ પછી આજે રાજ્યભરના તમામ મોટા બજારો ખુલી ગયા હતા અને બજારોમાં રોનક પરત ફરી હતી. તમામ કારોબારીઓ સવારે જ શુભ મુર્હૂતમાં ઓફિસ, દુકાનો અને અન્યત્ર કારોબારના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. શુભ મુર્હૂતમાં ઘણી જગ્યાએ ફટાકડા ફોડીને તથા પૂજાપાઠ કરીને કારોબારની શરૂઆત કરવામાં આવી હતી. બજારમાં ફરી એકવાર આજથી તેજીનો માહોલ જામી ગયો હતો. લાભ પાંચમના શુભ પ્રસંગે કારોબારીઓ તેમના કારોબારની શરૂઆત કરશે. દિવાળી પર્વની રજાઓની અસર શનિવાર અને રવિવાર બંને દિવસે દેખાઈ હતી. સામાન્ય દિવસોમાં માર્ગો ભરચક રહે છે ત્યારે ગઇકાલે રવિવારના દિવસે પણ સવારથી જ માર્ગો સુમસામ દેખાયા હતા. મોડી રાત સુધી વાહનોની અવરજવર ઓછી દેખાઈ હતી. અલબત્ત બાગ-બગીચા અને રેસ્ટોરન્ટમાં ભીડ જામી હતી. અમદાવાદ શહેરના મોટા બજારો, કાળુપુર, માધુપુર, રાયપુર સહિતના તમામ જુદા જુદા ચીજવસ્તુઓના બજારો આજે સવારે શુભ મુર્હૂતમાં ખુલી ગયા હતા. માત્ર શાકભાજીની લારી વાળા જ વેચાણમાં હતા. નાના મોટા કારોબારીઓ તેમના લીધે જ ચાલી રહ્યા હતા.

કાપડ બજાર સહિત મોટાભાગના બજારો બંધ હોવાથી ધનતેરસ બાદના પર્વથી જ રજાના મૂડમાં હતા. આજથી સ્થિતિ સામાન્ય બની હતી. હાલ કેટલાક લોકો રજા ઉપર હોવાથી હાલ હાજરી ઓછી દેખાશે. હાલમાં દિવાળી પર્વની રજા હતી જેથી બજારો સુમસામ દેખાઈ રહ્યા હતા. આજે લાભ પાંચમના દિવસે શુભ મૂર્હૂતમાં તમામ બજારો ફરીવાર ખુલી ગયા હતા. બજારોમાં હાલમાં જોરદાર સન્નાટો ફેલાયેલો હતો. અમદાવાદના કાંકરિયા, વૈષ્ણોદેવી, અક્ષરધામ જેવા ફરવા લાયક સ્થળો ઉપર જોરદાર ભીડ હતી. આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરવામાં આવ્યા બાદ સૌથી વધારે ભીડ ત્યાં જામી હતી. એક અંદાજિત આંકડા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટૂંકા ગાળાની અંદર જ ૭૫૦૦૦થી વધુ લોકો જોઈ ચુક્યા છે. દિવાળીની રજાઓ ઉપર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સોમવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય લોકો માટે અન્ય દિવસોમાં સવારે ૯ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલશે. દિવાળીની રજા હોવાથી ઘણા કર્મચારીઓ રજા ઉપર વતન ગયેલા છે જેથી આ લોકો પરત ફર્યા બાદ વધુ રોનક જોવા મળશે. ખાસ કરીને કોન્ટ્રાક્ટરો, સુધાર, લુહાર રજા ઉપર છે જેથી બજારમાં ઓછી રોનક છે.

Previous articleબંગાળમાં ગાજા વાવાઝોડાની ગુજરાતમાં થશે અસર
Next articleરેપ કેસ : ગુજરાતના પૂર્વ ધારાસભ્ય પર સકંજો