ચીનમાં યોજાએલા ૨૭મા ગોલ્ડન રુસ્ટર એન્ડ હન્ડ્રેડ ફ્લાવર ફિલ્મ્સ ફેસ્ટિવલમાં મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણને બેસ્ટ ફોરેન એક્ટરના એવોર્ડની નવાજેશ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં અજયની રેડ ફિલ્મ રજૂ થઇ હતી જેને જોરદાર આવકાર સાંપડયો હતો.
ઉત્તર પ્રદેશના એક માથાભારે અને વગદાર નેતાને ત્યાં જરાય ડર્યા વિના કે શેહશરમ રાખ્યા વિના રેડ પાડનારા ઇન્કમ ટેક્સ અધિકારીની આ બાયો-ફિલ્મ હતી જેમા અજયે મુખ્ય ભૂમિકા કરી હતી.ઔફોશાન વિસ્તારમાં યોજાએલા આ ફેસ્ટિવલની શનિવારે પૂર્ણાહુતિ થઇ હતી. એ પહેલાં હન્ડ્રેડ ફ્લાવર્સ એવોર્ડ એનાયત કરાયા હતા. કિશોર જાવડે સ્થાપિત ઇન્ડિયા ચાઇના ફિલ્મ સોસાયટી અને ચાઇના ફિલ્મ એસોસિયેશન આ ફેસ્ટિવલ યોજે છે.