ટેકાના ભાવે મગફળી વેચવા ૨ હજાર ખેડૂતે કેન્દ્રમાં નોંધણી કરાવી

1107

ગાંધીનગર જિલ્લામાં દહેગામ તથા માણસા પંથકમાં ૪ વર્ષથી મગફળીનું વાવેતર વધી રહ્યુ છે. જેમાં બે વર્ષથી ચૂંટણીઓને લઇને ટેકાનાં ભાવનો ખેડુતોને લાભ મળી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે ૧૫મી નવેમ્બરથી દહેગામ સેન્ટર પરથી ખરીદી શરૂ કરાશે. અત્યાર સુધીમાં ૨ હજારથી વધુ ખેડુતો દ્વારા ટેકાનાં ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યુ છે. છેલ્લા બે વર્ષથી ચૂંટણીઓને લઇને ટેકાનાં ભાવનો ખેડુતોને લાભ મળી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે આગામી તા ૧૫મી નવેમ્બરથી દહેગામ સેન્ટર પરથી ખરીદી શરૂ કરાશે અત્યાર સુધીમાં ૨ હજારથી વધુ ખેડુતો દ્વારા ટેકાનાં ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યુ છે. જો કે ગત વર્ષે માણસા તથા દહેગામ બે સેન્ટરો રાખવામાં આવ્યા હતા. જેની સામે આ વર્ષે માત્ર દહેગામ એપીએમસીને જ સેન્ટર આપવામાં આવ્યુ છે

ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્વે સરકારે દિવાળી પુર્વે જ ટેકાનાં ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરીને લાભ પાંચમથી રાજયભરમાં ખરીદી શરૂ કરી દીધી હતી. સરકારે તેના માટે ૯૦ દિવસની અવધી મુકી હતી. જયારે ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી પુર્વે સારા ભાવ જાહેર કરીને ૧૫મી નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ગત વર્ષે રૂ. ૩૨.૨૦ કરોડની મગફળી જિલ્લાનાં ખેડુતો દ્વારા ટેકાનાં ભાવે વેચવામાં આવી હતી. ગત વખતે માણસા સેન્ટરક તથા દહેગામ સેન્ટર પરથી ખરીદી થઇ હતી. જેમાં માણસા સેન્ટર પર રૂ. ૪.૫૫ કરોડની તથા દહેગામ સેન્ટર પરથી રૂ. ૨૭.૬૫ કરોડની મગફળી આવી હતી. ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની સીઝનમાં માત્ર ૪૪ ટકા જેટલો જ વરસાદ પડ્‌યો છે. જેની અસર મગફળી તથા ડાંગર પર વધારે જોવા મળી છે. ગત વર્ષે ૭૧ હજાર ક્વીન્ટલ મગફળી ટેકાનાં સેન્ટરો પર આવી હતી. જયારે આ વર્ષે ૬૦ હજાર ક્વીન્ટલની આસપાસ રહેવાની શકયતા છે. ખરીદી માટે સેન્ટર પર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

 

Previous articleએટીપી ફાઇનલ્સઃ પ્રથમ રાઉન્ડમાં નિશિકોરી સામે ફેડરરનો પરાજય
Next articleબગસરાઃ ૧૦ વર્ષનાં બાળક પર દીપડાનો હુમલો, બહાદુરીથી માતાએ જીવ બચાવ્યો