શંકરસિંહ હવે એનસીપીમાં બેકઠ કરી મહાગઠબંધનને ટેકો

1259

શંકરસિંહ વાઘેલા ભાજપ માંથી રાજપા અને કોંગ્રેસમાં આટો મારી આવ્યા બાદ હવે એનસીપીના શરણે ગયા છે અને ગઠબંધનને ટેકોજાહેર કર્યો છે. જો કે તેમના રાજકીય બદલાવને કોઈ ગંભીરતાથી લઈ રહ્યું નથી કે વિશ્વાસ રાખી રહ્યુ નથી.

શંકરસિંહ વાઘેલાએ એનસીપીનાં અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે બેઠક યોજી હતી. શંકરસિંહ વાઘેલાની આ બેઠકને લઇને તેઓ એનસીપીમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્‌યું છે. જો કે આ વિશે એનસીપી દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટિ્‌વટર પર આ મુલાકાતની જાણકારી આપી છે. શંકરસિંહ વાઘેલાએ ટિ્‌વટ કર્યું છે કે, ‘થોડાક દિવસ પહેલા એનસીપીનાં અધ્યક્ષ શરદ પવારજી અને પ્રફુલ પટેલજીને મળ્યો અને આવનારા લોકસભા ઇલેક્શનને લઇને મહાગઠબંધન માટે મારો સપોર્ટ જાહેર કર્યો.’

શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. એનસીપી સાથેની શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તેઓ એનસીપી તરફથી લડી શકે છે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં એનસીપીની કમાન શંકરસિંહ વાઘેલાને સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પણ મહાગઠબંધનને પોતાનું સમર્થન આપ્યું છે.

Previous articleબગસરાઃ ૧૦ વર્ષનાં બાળક પર દીપડાનો હુમલો, બહાદુરીથી માતાએ જીવ બચાવ્યો
Next articleઅંબાજી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મા અંબેના આશિર્વાદ લીધા