નંદકુંવરબા કોલેજની ટીમ ખો-ખોમાં રાજયકક્ષાએ સેકન્ડ રનર્સ અપ બની

1036

ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની ખો-ખોની ટીમે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત કોલેજ લીગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

આ લીગ ટુર્નામેન્ટમાં ચાર ઝોન વચ્ચે રમાડવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, અને મધ્ય ગુજરાતમાંથી પ્રથમ બે ટીમોને તારવીને શ્રેષ્ઠ ર ટીમો વચ્ચે આ લીગ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ખો-ખોની ટીમે ઉતકૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રનર્સ-અપ બની રૂા. ર,પ૦,૦૦૦/-નું ઈનામ પ્રાપ્ત કર્યુ હતું.

સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રનર્સ-પ્અપ બની રૂા. ર,પ૦,૦૦૦/-નું ઈનામ પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleભાગિયા મજુર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરાવાયું
Next articleચોટીલા જતા પદાયત્રીયો માટે ઠંડા પાણી, સરબતની વ્યવસ્થા