માર્શલ આર્ટનાં લીધે ડાન્સમાં મળી મદદઃ ટાઈગર શ્રોફ

1905

ટાઇગર શ્રોફની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ન ગઇ છતાં પણ તેની પાસે ફિલ્મોની કમી નથી. તે નિષ્ફળતાઓથી નિરાશ પણ થયો નથી. ‘બાગી’ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂરે કામ કર્યું તો ‘બાગી-૨’માં તેની સાથે દિશા પટણી હતી તો હવે ‘બાગી-૩’માં પણ હવે તેની સાથે નવી અભિનેત્રી જોવા મળે તેવી આશા છે. ટાઇગર કહે છે કે આગળની બંને ફિલ્મોને દર્શકોએ પસંદ કરી છે. તેથી ‘બાગી-૩’ પણ ચોક્કસ આવશે અને અભિનેત્રી બદલાઇ પણ શકે છે.

માર્શલ આટ્‌ર્સનાં ઉસ્તાદ ટાઇગરને તેની આ કળા ડાન્સ ફિલ્મમાં પણ મદદમાં આવે છે. તે કહે છે કે માર્શલ આર્ટ મને ડાન્સ કરવામાં ખૂબ જ મદદ કરે છે. આજે હું સારો ડાન્સ કરી લઉં છું તો તેનું એક કારણ માર્શલ આર્ટ પણ છે. ડાન્સ અને માર્શલ આર્ટમાં ખૂબ જ સમાનતા છે. માર્શલ આર્ટ એક કોરિયોગ્રાફી છે અને ડાન્સ પણ એક કોરિયોગ્રાફી છે. બંનેમાં ફ્લેક્સિબિલિટીની ખૂબ જરૂર પડે છે. તેથી માર્શલ આર્ટવાળી વ્યક્તિ સારો ડાન્સ કરી શકે છે. ‘હીરોપંતી’, ‘બાગી’ અને ‘મુન્ના માઇકલ’એ ત્રણેય ફિલ્મો સાબિર ખાને નિર્દેશિત કરી હતી. ટાઇગર કહે છે કે સાબિર સર સાથે ત્રણ ફિલ્મો કર્યા બાદ હું તેમનાં વિશે એટલું જ કહીશ કે અમારી વચ્ચે ખૂબ જ સારી અંડરસ્ટેન્ડિંગ છે.

અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. મેં અત્યાર સુધી જે પણ કંઇ શીખ્યું તે તેમની પાસેથી શીખ્યું છે.

Previous articleટોમ ક્રૂઝને ભૂલાવે એવા સ્ટંટ કંગનાએ ’મણીકર્ણિકા’માં કર્યાં
Next articleહવે રણવીર-દિપિકાના ૧૪ નવેમ્બરે લગ્ન : તૈયારી પૂર્ણ