આઈસીસી વનડે રેન્કીંગઃ કોહલી-રોહિતનો જલવો યથાવત, બોલિંગમાં બુમરાહ ટોપ પર

1154

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે જાહેર થયેલા આઈસીસી એકદિવસીય રેન્કિંગમાં ક્રમશઃ બેટ્‌સમેન અને બોલરોની યાદીમાં પોતાનું ટોંચનું સ્થાન યથાવત રાખ્યું છે. કોહલી ૮૯૯ પોઈન્ટની સાથે યથાવત છે, જ્યારે સીમિત ઓવરોનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાન પર છે.

રોહિતનો ઓપનિંગ જોડીદાર શિખર ધવન બેટ્‌સમેનોની યાદીમાં ટોપ-૧૦માં સામેલ એક અન્ય ભારતીય છે. તે આઠમાં સ્થાને છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૨૦માં સ્થાન પર છે.

બોલરોની યાદીમાં બુમરાહ ૮૪૧ પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને યથાવત છે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ટોપ-૧૦માં જગ્યા મળી છે. કુલદીપ અહીં ત્રીજા સ્થાને અને ચહલ પાંચમાં સ્થાને પહોંચી ગયો છે.

અફગાનિસ્તાનનો રાશિદ ખાન ૩૫૩ પોઈન્ટની સાથે હાલમાં વિશ્વનો ટોપ ઓલરાઉન્ડર છે. ટીમ રેન્કિંગમાં ભારત ૧૨૧ પોઈન્ટની સાથે ઈંગ્લેન્ડ (૧૨૬ પોઈન્ટ) બાદ બીજા સ્થાન પર છે.

Previous articleધોનીની નવી ઇનિંગ્સઃ જીવન સાથી શોધીને લોકોનાં લગ્ન કરાવશે
Next articleઅમારા બેટ્‌સમેનો ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાના દબાણમાં : એરોન ફિંચ