અમારા બેટ્‌સમેનો ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાના દબાણમાં : એરોન ફિંચ

1087

ઓસ્ટ્રેલિયાઇ વન-ડે ટીમના કેપ્ટન એરોન ફિંચે કહ્યું કે, અમારા બેટ્‌સમેનો દબાણમાં છે અને અમારે ભારત વિરૂદ્ધ યોજાનાર સિરીઝ પહેલા આ પરિસ્થિતિથી બહાર નીકળવું પડશે. ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનો ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાના દબાણમાં છે.

રવિવારે જ ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ૧-૨થી વન-ડે સિરીઝ હારવી પડી હતી. ફિંચે કહ્યું કે, અમે સાચે જ દબાણમાં છીએ. અમે સારૂ પ્રદર્શન કરી રહ્યા નથી. તેમણે ભારત વિરૂદ્ધ બેટિંગમાં બદલાવના પણ સંકેત આપ્યા છે.

તેમણે કહ્યું કે, હવે અમારા બેટ્‌સમેનો પર સવાલો ઉભા થઇ રહ્યા છે. પછી ભલે તે ગ્લેન મૈક્સવેલ, ક્રિસ લિન, ટ્રેવિસ હેડ, માર્ક સ્ટોઇનિસ હોય કે પછી હું. ફિંચે કહ્યું કે, ભારત વિરૂદ્ધ થનારી મહત્વપૂર્ણ સિરીઝ પહેલા અમારે અમારા બેટિંગ ફોર્મેટના ક્રમમાં સંતુલન બે સાડવાની જરૂર છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતે સૌથી પહેલા ટી-૨૦ સિરીઝ રમવાની છે. પ્રથમ ટી-૨૦ મેચ ૨૧ નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે.

Previous articleઆઈસીસી વનડે રેન્કીંગઃ કોહલી-રોહિતનો જલવો યથાવત, બોલિંગમાં બુમરાહ ટોપ પર
Next articleદિવ્યાંગોની નોકરીમાં ભરતી માટે કાયદામાં થયો સુધારો