મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની યોજાયેલી બેઠક

835

આજરોજ ભાવનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે ખરીફ સીઝન વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત સરકાર દ્રારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રીયા બાબતે ધારાસભ્યઓ તથા એપીએમસીના ચેરમેન સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ મીટીંગમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રીયામાં સમાવીષ્ટ અગત્યની બાબતો જેવી કે, મગફળી વેચવા માંગતા ખેડુતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન, ખરીદ પ્રક્રીયામાં ખરીદી સમયે કરવામાં આવતી ગુણવત્તાની ચકાસણી, સમગ્ર ખરીદી પ્રક્રીયામાં પ્રથમ તબક્કાથી માંડીને અંત સુધી સુપરવિઝન અને સંકલન માટે કરવામાં આવેલ અલગ અલગ સમિતીની નિમણુકની બાબત તેમજ અન્ય અગત્યના મુખ્ય મુદ્દાઓ વિષે જિલ્લા ખેતીવાડી અધિકારી સંજયભાઇ કોસંબી, ભાવનગર દ્રારા વિગતવાર સમજુતી આપવામાં આવેલ.કલેકટરએ ધારાસભ્યો તથા એપીએમસીના ચેરમેનઓ સાથે અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરેલ અને જરૂરી સુચનો મેળવ્યા.  મીટીંગમાં પાલીતાણા તાલુકાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તથા તળાજા તાલુકાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ભાવનગર, જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગર, તળાજા, મહુવા અને પાલીતાણા તાલુકાના એપીએમસી ચેરમેનઓ વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

Previous articleલુણસાપુરથી જાફરાબાદ સુધીનો બિસ્માર રોડ તાકીદે બનાવવા માંગ
Next articleઈશ્વરિયામાં પતંજલિ યોગ શિબિર