નિચા કોટડા ચામુંડા માતામાં મંદિરે સોમવારે તુલસી વિવાહનું આયોજન

833

નિચા કોટડા ગામે સમસ્ત મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા ચામુંડા માતાજીના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ચૌહાણ પરિવ્ર દ્વારા નિચા કોટડા ગામે માતાજીની મંદિરની વિશાળ જગ્યામાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં આજે તુલસી માતાના સગાઈવિધિ કાર્યક્રમ રાખવામાં આવેલ ગામે ગામથી લોકો પરિવાર સાથે બહોળી સંખ્યામાં આવેલ. ગામે ગામથી લોકો પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કારતક સુદ-૧૧ને સોમવારે તા. ૧૯-૧૧-ર૦૧૮ તુલસી વિવાહમાં તમામ ગામના બહેનો અને વડિલોને મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા ચામુંડા માતાના મંદિરે પધારવા જણાવાયું છે.  રાત્રીના સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ગણેશ સ્થાપના ૧૭-૧૧-ર૦૧૮ શનિવારે ચાર કલાકે તુલસી માતાનું ફુલેકુ રવિવારે રાત્રીના ચાર કલાકે જીન આગમન સોમવારે સાંજના ચાર કલાકે હસ્ત મેળાપ  અગિયાર કલાકે જીવન વિદાઈ મંગળવારે સાંજના ચાર કલાકે થશે.

Previous articleઈશ્વરિયામાં પતંજલિ યોગ શિબિર
Next articleરળિયાણા ગામે ભાગવત કથામાં મંત્રી પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ