રાજય સરકાર દ્વારા સરકારી વહીવટમાં કાર્યક્ષમતા, પારદશર્કતા, સંવેદનશીલતા વધે તથા જવાબદારી પણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહીવટનો લાભ જાહેર જનતાને મળે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત ભાવનગર મહાપાલિકા દ્વારા આજે ચોથા તબક્કાનો દસમો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પુર્વ) વિધાનસભા વિસ્તારના ઉત્તર સરદારનગર વોર્ડ, શાળા નં. ૭ર, ડો. હેડગેવાર પ્રા.શાળા, વર્ધમાનનગર, ભરતનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કોર્પોરેટર ઉર્મિલાબેન ભાલની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો હતો. ગુમાસ્તા ધારા હેઠળના લાયસન્સ, આવકનો દાખલો, સોંગદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે ૪૮૩ લાભાર્થીઓએ લાભ લીધો હતો.