વીર આહીર દેવાયત બોદર દ્વારા ત્રિવિધ સમારોહ તાજેતરમાં તળાજાના કોદીયા મુકામે વીર આહીર દેવાયત બોદર ટ્રસ્ટ દ્વારા સમાજના શિક્ષણ અને વિકાસને એક નવી દિશા અપાવવાના ભાગરૂપે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ, વિશિષ્ટ પ્રતિભા સન્માન તથા આહીર સમાજમાટે રેજીમેન્ટ લાવવું તેમજ રક્તદાન કેમ્પનું આયોજન લોકસાહિત્ય કલાકાર માયાભાઇ આહિરનાં અધ્યક્ષ સ્થાને કોદીયા મુકામે યોજાયો આ સમારોહના મહેમાનોમાં પરમ પૂજ્ય ધનસુખનાથ બાપુ (મહંત મહાકાલી આશ્રમ), અમરીશભાઇ ડેર (ધારાસભ્ય, રાજુલા) પ્રવીણભાઈ રામ (પ્રમુખ,જનઅધિકાર મંચ), દેવાયતભાઈ ભમ્મર (નાયબ સચિવ, ગૃહ વિભાગ) તથા લખુભાઈ કે.જોગલ (ઉપસચિવ, કૃષિ વિભાગ) વગેરે પધારેલ, સમાજના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ, બહેનો તથા વાલીઓએ આ કાર્યકમમાં બહોળા પ્રમાણમાં હાજરી આપી કાર્યકમ દિપાવ્યો હતો. આ કાર્યકમને સફળ બનાવવા ભાવનગર જીલ્લા વીર આહીર દેવાયત બોદર ઇનામ વિતરણ સમિતિએ જહેમત ઉઠાવી સમાજ પ્રત્યે નુ પોતાનુ રૂણ અદા કરેલ.