ભાવનગર જિલ્લા ભાજપનું અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં હૈદરાબાદ ખાતે ભાજપ યુવા મોરચાનાં રાષ્ટ્રિય અધિવેશનમાં ભાગ લઈ આવેલા ભાવનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનું પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતની ઉપસ્થિતિમાં તલવારો આપી સન્માન કરી નવો ચીલો ચાતર્યો હતો. તેમ જિલ્લા ભાજપ પ્રવકતા કિશોરભાઈ ભટ્ટે જણાવ્યું હતું