શહેરનાં જુની માણેકવાડી ભરવાડ વાડી સામે મકાનમાં આજે બપોરનાં સમયે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે પ્રાથમિક કામગીરીથી આગને બુજાવી દીધી હતી બનાવ સ્થળે લોકોનાં ટોળા ઉમટ્યા હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં જુની માણેકવાડી ભરવાડ વાડી સામેના નજીમબેન પઠાણનાં મકાનમાં આજે બપોરનાં સમયે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી જેની જાણ કાળુભાઈ ખોડાભાઈ રાઠોડે ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક કામગીરી કરીને આગને બુઝાવી દીધી હતી. આગનાં આ બનાવની જાણ થતા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા આગમાં નુકશાનીનો આંક જાણવા મળેલ નથી.