ભાવનગર ટર્મીનર્સ રેલ્વે સ્ટેશને ટ્રેન દુર્ઘટનાની સફળ મોકડ્રીલ

1461

ભાવનગર રેલ્વે ડિવિઝન તથા એન.ડી.આર.એફ. ગાંધીનગરના સંયુકત ઉપક્રમે ટ્રેનના અકસ્માતની ઘટનાનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. મોકડ્રીલને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.

ભાવનગર ટર્મિનસથી જુના બંદર તરફ જતા રેલ્વે ટ્રેક પર યોજવામાં આવેલ મોકડ્રીલમાં એન.ડી.આર.એફની ટીમ, ેરલ્વે પોલીસ, ફાયર બ્રિગેડ ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સ, રેલ્વેના અધિકારીઓ જોડાયા હતાં. ટ્રેનના અકસ્માત બાદ ડબ્બામાં ફસાયેલા યાત્રિકોને ડબ્બાનું કટીંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. તે પ્રાથમિક સારવારની કાર્યવાહીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલ અંગે ડી.આર.એમ. રૂપા શ્રીનિવાસને માહિતી આપી હતી અને કામગીરીથી સતંંષ વ્યકત કર્યો હતો. મોકડ્રીલને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. અધિકારીઓ દ્વારા રેલ્વે  દુર્ઘટના દરમ્યાન બચાવ અને રાહત કામગીરી અંગે લોકોને પણ જાણકારી આપવામાં આવી હતી.

 

Previous articleશહેર ભાજપ દ્વારા સ્નેહમિલન યોજાયું
Next articleપાલિતાણાથી વલભીપુરની પગદંડી પુર્ણ કરી – રૂપાણી