જેએમ ફાઈ. ક્રેડિટ સોલ્યુશન્સ લિ.નો ઈશ્યું ર૦ નવેમ્બરે ખુલશે

515

જેએમ ફાઇનાન્શિયલ ગ્રૂપની દ્ગમ્હ્લઝ્ર કંપની જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ લિમિટેડ (“કંપની”) રિયલ એસ્ટેટ ડેવલપર્સને સંપૂર્ણ નાણાકીય સોલ્યુશન પ્રદાન કરે છે, જેનો પબ્લિક ઇશ્યૂ ૨૦ નવેમ્બર, ૨૦૧૮નાં રોજ ખુલશે. આ સીક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂની બેઝ સાઇઝ રૂ. ૨,૫૦૦ મિલિયન છે, જેના દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૂ. ૧,૦૦૦ છે. આ દ્ગઝ્રડ્ઢજ એનસીડીમાં રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે, જેથી કુલ ઇશ્યૂ રૂ. ૧૨,૫૦૦ મિલિયન (“ટ્રેન્ચ”)નો છે, જેની શેલ્ફ લિમિટ રૂ. ૨૦,૦૦૦ મિલિયનની અંદર છે.  ટ્રેન્ચ ૧માં કંપનીએ જૂન, ૨૦૧૮નાં અંતે રૂ. ૭,૫૦૦ મિલિયનનું ભંડોળ ઊભું કર્યું હતું. ઇશ્યૂ ૨૦ ડિસેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે, જેમાં કંપનીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (“બોર્ડ”) કે એનસીડી પબ્લિક ઇશ્યૂ કમિટીનાં નિર્ણય મુજબ વહેલાસર ક્લોઝર કે ઇશ્યૂને લંબાવવાનો વિકલ્પ છે.  ઇક્રા અને ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા રેટિંગ્સ સમયસર નાણાકીય જવાબદારીઓ અદા કરવા સાથે સંબંધિત ‘ઊંચી સલામતી’નો સંકેત આપે છે.

સીક્યોર્ડ એનસીડીએસ ૨૭ એપ્રિલ, ૨૦૧૮નાં પત્ર મુજબ રૂ. ૨૦,૦૦૦ મિલિયન સુધીની રકમ માટે ઇક્રા દ્વારા (આઈસીઆરએ) એએ/સ્ટેબલ રેટિંગ મળ્યું છે અને તેને ૧ નવેમ્બર, ૨૦૧૮નાં પત્ર દ્વારા વધારે પુષ્ટિ મળી હતી તથા ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા તારીખ ૨૭ એપ્રિલ, ૨૦૧૮નાં પત્ર મુજબ રૂ. ૨૦,૦૦૦ મિલિયનની રકમ માટે આઈએનડી એએ/સ્ટેબલ રેટિંગ મળ્યું છે, જેને ૧ નવેમ્બર, ૨૦૧૮નાં પત્ર દ્વારા પુનઃપુષ્ટિ આપવામાં આવી હતી.

જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ લિમિટેડનાં સીઇઓ શ્રી શાશ્વત બેલાપુરકરે કહ્યું હતું કે, “જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ લિમિટેડ એ રિયલ એસ્ટેટ એનબીએફસી છે, જે કન્ઝર્વેટિવ ડેટ ઇક્વિટી રેશિયો અને મિલકતની સારી ગુણવત્તા સાથે વર્ષોથી સ્થિર અને ટકાઉક્ષમ નાણાકીય કામગીરી પ્રદાન કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમારાં મજબૂત ક્લાયન્ટ બેઝ અને શ્રેષ્ઠ ફ્રેન્ચાઇઝી મોડલ સાથે અમને આગળ જતાં વૃદ્ધઇ જળવાઈ રહેવાની અપેક્ષા છે. અમને ચાલુ વર્ષની શરૂઆતમાં અમારાં પ્રથમ ઇશ્યૂમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને લાયકાત ધરાવતાં રોકાણકારોને ૫ વર્ષ અને ૧૦ વર્ષ માટે દર વર્ષે ૧૫ બેસિસ પોઇન્ટનું સંવર્ધિત વાર્ષિક પ્રોત્સાહન ઓફર થાય છે.

Previous articleનાકામુરાને હરાવી આંનદે બ્લિટ્‌ઝ ટૂર્નામેન્ટ જીતી
Next articleદહેગામ માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે