સિહોર રેલવે સ્ટેશનની હદમાં પડતર મસમોટા લાકડાના જથ્થામાં ભીષણ આગની ઘટના બનવા પામી છે અગાઉ સિહોર રેલવેની મીટરગેજ લાઈન હતી જેને તંત્ર દ્વારા બ્રોડગેજ કરવામાં આવી હતી મીટરગેજની લાઈનમાંથી નીકળેલ મસમોટો લાકડાનો જથ્થો છેલ્લા કેટલાક સમયથી સિહોરના રેલવે સ્ટેશનની હદમાં આવેલ જગ્યામાં પડતર પડ્યો હતો જેમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી જોતજોતામાં આગે મિનિટો અને ક્ષણોમાં જ બેકાબુ બની રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા રેલવે તંત્રનો મોટો કાફલો દોડી ગયો હતો અને સિહોર ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લેવા મથામણ શરૂ કરી હતી જોકે આગ એટલી ભીષણ હતી કે દુરદુર સુધી જ્વાળા જોવા મળી હતી અને આગ બેકાબુ બનતા ભાવનગરના ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવતા જ મારતી ગાડીએ સિહોર રેલવે મથક પર પોહચીને મહામહેનતે આગને કાબુમાં લીધી હતી. આગ ત્રણ થી ચાર કલાક જેવો સમય ચાલી હતી. આ ઘટનાને લઈ રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ લાકડાના મસમોટા જથ્થાની કિંમત લાખ્ખોમાં આકી શકાઈ તેવું જાણકારો માની રહ્યા છે.
સિહોર ફાયર વિભાગની બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટના સર્જશે
સરકાર દ્વારા લાખ્ખો અને કરોડોના ખર્ચ કરીને જનતાની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા સિહોર નગરપાલિકાને એક મસમોટું ફાયરનું બાઉઝર આપવામાં આવ્યું છે જે છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણોસર બંધ હાલતમાં છે કોઈ સામાન્ય ફોલ્ટ અને તંત્રની બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનામાં ફેરવાશે જેમાં કોઈ શંકા નથી જોકે આજે જ રેલવેની હદમાં લાગેલી આગ દુર્ઘટના ફાયર બાઉઝર ઉપયોગમાં ન આવતા ભાવનગર ફાયરને ઘસી જવું પડ્યું હતું.