પાલીતાણા શહેરમાં રાષ્ટ્રીય દલિત મંચના કન્વીનર જીગ્નેશ મેવાણીની જાહેરસભાનું આયોજન સમસ્ત દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં બપોરે રેલવે ફાટકથી બાઈક રેલી યોજી હતી અને આંબેડકર ચોક પર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી કરી પટેલ હાઉસ ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યુ હતું તેમાં જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.