માલ્યા મુશ્કેલમાં : તિહારની જેલ સુરક્ષિત હોવાનો ધડાકો

640

બેંકોની સાથે જંગી છેતરપિંડી કર્યા બાદ બ્રિટનમાં ફરાર થયેલા શરાબ કારોબારી વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે હવે બ્રિટનની એક અદાલતે કબુલાત કરી છે કે તિહાર જેલ સુરક્ષિત છે અને આ જેલમાં ભાગેડુ રહેલા ભારતીય અપરાધીઓને રાખી શકાય છે. કોર્ટના આ તારણને વિજય માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહેલી ભારત સરકારને મોટી રાહત આપી શકે છે. માલ્યાને ભારત લાવવા માટેના પ્રયાસ સફળ સાબિત થઇ શકે છે. ક્રિકેટ ફિકસિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો આ ચકાદો બેક છેતરપિડીં કરીને બ્રિટન ફરાર થઇ ગયેલા વિજય માલ્યાની મુશ્કેલીને વધારી શકે છે. માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે.

લંડન હાઇકોર્ટના જસ્ટીસ લેગાટ અને જસ્ટીસ ડિંગેમેન્સે શુક્રવારના દિવસે આપેલા પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે તિહાર જેલ બિલકલ સુરક્ષિત છે. કોર્ટનુ કહેવુ છે કે ભારતીય મુળના બ્રિટીસ નાગરિક સંજીવ ચાવલા માટે તિહાર જેલમાં કોઇ ખતરો નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય મેચો ફિક્સ કરવાનો આરોપ છે. આ હેન્સી ક્રોનિએ મેચ ફિકસિંગનો મામલો છે. જેમાં ભારતના એ વખતના સ્ટાર ખેલાડી અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર આરોપો લાગ્યા હતા. ભારત  તરફથી ચાવલાને સારવાર આપવાની ખાતરી આપવામાં આવ્યા બાદ લંડન હાઇ કોર્ટ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. લંડન હાઇકોર્ટના આ ચુકાદાની અસર વિજય માલ્યાના કેસ પર પણ થનાર છે. આનુ કારણ છે કે માલ્યા સામાન્ય રીતે ભારતીય તિહાર જેલ સુરક્ષિત ન હોવાની દલીલ કરતા રહ્યા છે.

Previous articleCBIમાં ગંભીર અનિયમિતતા સપાટી પર : વર્મા સામે મુશ્કેલી
Next articleમાલદીવના પ્રમુખ સોલિહના શપથવિધિમાં મોદી પહોંચ્યા