ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ – સંશોધન ક્ષેત્રે ટોચની વૈશ્વિક ફાર્માસ્યુટીકલ્સ કંપનીએ આજે ક્વિડ્ડિં-તબીબી રીતે મંજૂર નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપીની રજૂઆત કરી છે. આ થેરેપી ધૂમ્રપાનના બંધાણીઓને તબક્કાવાર ધૂમ્રપાન છોડી આરોગ્યપ્રદ અને ધૂમ્રપાનમુક્ત જીવન જીવવામાં મદદ કરે છે. ક્વિ ક્વિડ્ડિં ઝ નિકોટીન ગમ- બે શ્રેણીમાં ઉપલબ્ધ છે. ક્વિટ્જિં-બે મિલિગ્રામ એ જે ધૂમ્રપાન કરનારાઓ દિવસની ૨૦ કરતા ઓછી સિગારેટ પીતા હોય તેમની માટે છે અને તે ઓવર ધ કાઉન્ટર ઉપલબ્ધ રહેશે.
ક્વિટ્જિં નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી એવા ધૂમ્રપાન કરનારાઓને સારવારનો વિકલ્પ આપે છે જેઓને તબક્કાવાર સિગારેટની આદત છોડી ધીમે ધીમે સિગારેટનું વ્યસન છોડવું છે. એનઆરટીમાં સિગારેટના ધૂમ્રપાનમાંથી નિકોટીનની માત્રા ઘટાડી મધ્યમ પ્રમાણમાં સ્વચ્છ નિકોટીન સાથે મેળવવામાં આવે છે જે વ્યસનીને તલબના સમયે તલબ નિયંત્રમમાં રાખવામાં મદદ કરે છે જેને કારણે વ્યક્તિને ઉપાડના લક્ષણોમાં નિયંત્રણ રાખવામાં સહાય મળે છે અને ફરીથી વ્યસન ઉથલો મારે તેવી શક્યતા ઓછી કરે છે.
મિડલ ઇસ્ટ અને આફ્રિકાના હેડ સુજેશ વાસુદેવને જણાવ્યું હતું કે, “ગ્લેનમાર્કને ભારતમાં ક્વિટ્જિં-નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી લોન્ચ કરવાનો ગર્વ છે. આ ઉત્પાદન ધૂમ્રપાન કરનારાઓને ધૂમ્રપાન છોડી તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરશે. અમે આશા રાખીએ છીએ કે ક્વિટ્જિં ધૂમ્રપાન કરનારાઓને માત્ર એક પ્રોડક્ટ તરીકે જ નહીં પણ તબક્કાવાર ધૂમ્રપાન અટકાવવાની સરળ, ટકાઉ પગલાં તરીકે મદદ કરશે.
ભારતમાં તમાકુ સંબંધિત રોગોથી દરરોજ ૨,૨૦૦ લોકો મૃત્યુ પામે છે. અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા આગાહી કરે છે કે ૨૦૨૦ સુધીમાં ધૂમ્રપાનને કારણે મરનારાઓનો આંકડો વાર્ષિક દોઢ કરોડ સુદી પહોંચી જશે. ઓરલ તમાકુનો વપરાશ ભારતમાં સૌથી વધુ છે. સીધા ઔષધિય ખર્ચાઓ, સારવારનો અભાવ અને તમાકુ સંબંધિત રોગોને કારણે અકાળ મૃત્યુથી થતી આવકની ખોટને કારણે દેશના અર્થતંત્ર પર ૨.૫ મિલિયનથી વધુનું ભારણ આવે છે.