દુષ્કર્મના ૮૦ ટકા મામલાઓમાં મહિલાઓની સંમતિ હોય છે : મનોહરલાલ ખટ્ટરનું વિવાદિત નિવેદન

534

રેપ જેવા ગંભીર અપરાધ પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શરમજનક નિવેદન સામે આવ્યું છે. ખટ્ટરે રેપ અને છેડતી જેવા મામલામાં છોકરીઓ અને મહિલાઓને દોષી ગણાવી છે. તેમણે કહ્યું કે ૮૦ ટકાની ઘટનાઓ છોકરીઓ જાણનાર કરે છે. પહેલા બન્ને સાથે ફરે છે અને બાદમાં કંઈ ગડબડ થઈ તો રેપનો આરોપ લગાવી દે છે. હરિયાણાના કાલકામાં એક કાર્યક્રમમાં ઝ્રસ્ રેપ પર ચિંતા વ્યકત કરતા પ્રદેશમાં રેપની ઘટનાઓ સામે આવે છે, તો આ પ્રચાર કરવામાં આવે છે કે રેપની ઘટનાઓ વધી ગઈ છે. પરંતુ હુ કેહવા માગુ છુ કે રેપ નથી વધ્યા. રેપ પહેલા પણ થતા હતા અને આજે પણ થાય છે. આને લઈને ચિંતા વધી ગઈ છે. સૌથી મોટી ચિંતાએ વાતની છે કે રેપ અને છેડતીની ઘટનાઓ ૮૦થી ૯૦ ટકા જાણકારોની વચ્ચે થતી હોય છે.

મનોહરલાલ ખટ્ટરે ૨૦૧૪માં પણ બળાત્કારની ઘટનાઓ બદલ મહિલાઓના કપડાને જવાબદાર ઠેરવ્યા હતા. ૨૦૧૨ની દિલ્હી ગેંગરેપની ઘટના હોય કે અન્ય કોઈ આવો જઘન્ય અપરાધ નેતાઓ પાર્ટીલાઈન છોડીને અસંવેદનશીલતા દર્શાવતા હોય છે. આના પર રાજકારણ પણ ખેલાતું હોય છે. પરંતુ મહિલાઓ સામેના જાતીય ગુનાને રાજકારણથી પર રાખીને તેના પર નિયંત્રણ મેળવવા માટે કામગીરી થવી જરૂરી છે.

Previous articleભીમા કોરેગાંવ કેસ : વરવરા રાવની ફરીવાર ધરપકડ થઇ
Next articleકેસરીને કોંગ્રેસે કઈરીતે ફેંકી દીધા તે કોઇ જ ન ભુલી શકે