જાફરાબાદના કડીયાળીથી માણસા એકતાયાત્રા નિકળી

785

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામેથી પાટી માણસા સુધી સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટિની એકતા યાત્રામાં વચ્ચે આવતા તમામ ગામોમાં હીરાભાઈ સોલંકી સહિત સ્વાગત સન્માન સાથે મામાલતદાર તાલુકા વિકાસ અધિકારીની હાજરી રહી હતી.

જાફરાબાદ તાલુકાના બાકી રહી ગયેલ સરદાર પટેલજીના સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથનું દબદબાભર્યુ સ્વાગત નાની નાની બાળાઓ દ્વારા સામૈયા થયા જેમાં ખાસ હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઠેર-ઠેર સ્વાગત સન્માન થયાથી સર્વજ્ઞાતિજનોમાં ખુશીનો માહોલ સાથે સાથે મામલતદાર ચૌહાણ તાલુકા વીકાસ અધિકારી કે.પી.વાઢેર, યુવા ભાજપ નેતા કુલદિપભાઈ વરૂ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ તેમજ ભાજપ ટીમને માન પાનથી આવકાર્યા જે તસ્વીરમાં કડીયાળી, ધેસપુર સોખડા સાકરીયા નાના મોટાથી છેક પાટી માણસા એકતા રથને વિશ્રામ અપાયો

Previous articleશિશુવિહાર બુધસભામાં જાહન્વી નિરક્ષીર પુસ્તકનું વિમોચન
Next articleઉજજવલા યોજના કાર્યક્રમનું આયોજન