કલોલ ખાતે હોમગાર્ડ યુનિટનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

797

કલોલ હોમગાર્ડ યુનિટનો સ્નેહમિલન તથા રેન્ક ધારણ કરવાનો કાર્યક્રમ કલોલ ગણેશ પાર્ટીપ્લોટ ખાતે યોજાયેલ જેમાં ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વી. આર. પ્રજાપતિ,સબ ઇન્સ્પેક્ટર અનિરુધ્ધસિંહ જાડેજા, રૂપલબેન,જિલ્લાના યુનિટ/સબ યુનિટના ઓફિસરો હાજર રહ્યા હતા. જેઓનું કલોલ યુનિટના ઓફિસર કમાન્ડર દ્વારા પુષ્પગુશથી સ્વાગત કરવામા આવ્યું હતું, આવેલ મહાનુભાવો દ્વારા કલોલ યુનિટના પ્લાટુન કમાન્ડર એમ.કે.પરમાર, તથા પી. એસ. યાદવને કંપની કમાન્ડરમાં બઢતી આપી કંપની કમાન્ડરની રેન્ક ધારણ કરવામાં આવી હતી. તેમજ હોમગાર્ડ હિમ્મતભાઈ વાઘેલા, મહેશભાઈ મહેરિયા,તથા મહિલા હોમગાર્ડ વીણાબેન પ્રજાપતિને આસી. સેક્સન લીડરની રેન્ક ધરાણ કરાવવાંમાં આવી હતી .

Previous articleવિશ્વ મહિલા બોક્સિંગઃ મેરીકોમ સહિત ૪ ભારતીય ક્વાર્ટર ફાઇનલમાં, સરિતાની હાર
Next articleમાણસા સો મીલમાં લાગેલી આગમાં લાખોનું લાકડુ  ખાખ