રાજ્ય સરકાર દ્વારા આયોજીત માં નર્મદા મહોત્સવ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતેથી નર્મદા મૈયાની આરતી કરી અને ૩ નર્મદા રથને ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવ્યુ હતુ.
આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું હતું કે તા. ૧૭ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જળાશયનું લોકાર્પણ કરશે ત્યારે ભાવનગર જિલ્લાના ૩૧૮/- ગામો ૬/- નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર શહેરમાં નર્મદા રથ ફરી અને લોકોને માં નર્મદાના ઉપકારો,યશોગાન થકી લોકમાનસમાં ક્રુતજ્ઞતાનો ભાવ જાગ્રુત કરવાનો પ્રયત્ન કરાશે.
આ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૬થી ૧૫ સપ્ટે. સુધી ત્રણ પૈકી એક રથ શહેરી વિસ્તારમાં, બે રથ જિલ્લામાં ફરશે અને માં નર્મદાના ગુજરાત પરના ઉપકારો વિશે લોકોને જાણકારી આપશે. આ રથનું ઠેર ઠેર સ્વાગત કરાશે.
આ કાર્યક્રમમા સંસદીય સચિવ વિભાવરીબેન દવે, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ, મેયર નિમુબેન બાંભણીયા,નાયબ મેયર મનભા મોરી, સ્થાયી સમિતિના ચેરમેન સુરેશભાઈ,શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, દંડક રાજુભાઈ રાબડીયા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. સી. પટેલ, મ. ન. પા. ના કમિશનર મનોજ કોઠારી, નાયબ કમિશનર હર્ષવર્ધન મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજા, બાડાના કારોબારી અધિકારી ચાવડા, પ્રાંત અધિકારી બી. એન. ખેર,સંતો મહંતો, શહેર જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મ. ન. પા. ના કોર્પોરેટરો, વિધાર્થીઓ તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.