દિલ્હીના કરોલબાગ સ્થિત ફેકટરીમાં ભીષણ આગ : ચારના મોત

633

રાજધાની દિલ્હીના કરોલ બાગના બીડનપુરામાં સોમવારે (૧૯ વેમ્બર)ના લગભગ ૧૨ વાગે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.મળતી જાણકારી અનુસાર, ફેક્ટરીમાં આગલ કેમિકલના લિકેજના કારણે લાગી છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Previous articleજન્મજંયતિએ ઇન્દિરા ગાંધીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ
Next articleભાજપનો મોટો દાવઃ પાયલોટ સામે યૂનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા