બરવાળા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે ખેડુતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું

886

બરવાળા તાલુકાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર નહી કરાતા તાલુકાના ખેડૂતોમાં સરકાર પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો જેના કારણે બરવાળા મામલતદાર કે.એસ.નીનામાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમા બરવાળા તાલુકાના ખેડૂતો તેમજ કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા તા.૧૭/૧૧/૨૦૧૮ ના રોજ ઓછો વરસાદ ધરાવતા તાલુકા જીલ્લાના ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે પેકેજની જાહેરાતમાં બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાનો સમાવેશ કરવામાં નહિ આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ઘેરો રોષ વ્યાપી ગયો હતો તેમજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાનું માંગ ઊઠવા પામી હતી જેના ભાગરૂપે તા.૧૯/૧૧/૨૦૧૮ ના રોજ સવારના ૧૧/૦૦ કલાકે બરવાળા તાલુકાના ખેડૂતો તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને બરવાળા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડૂતો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લામાં આવેલ બરવાળા તાલુકામાં ચાલુ વર્ષે ૪૦૫ એમએમ જેટલો વરસાદ પડ્યો હતો જયારે સરકાર દ્વારા ૪૦૦ એમએમ સુધી પડેલ વરસાદવાળા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.જયારે બરવાળા તાલુકામાં ૪૦૫ એમએમ વરસાદ નોંધાયો છે માત્ર ૫ એમએમ જેટલો વરસાદ વધારે નોધાયેલ જેના કારણે સરકાર દ્વારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ નથી જેના કારણે ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે.બરવાળા તાલુકાને સરકાર દ્વારા અગાઉ અતિપછાત તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તેવા અતિપછાત તાલુકાને જ અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર નહિ કરવામાં આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ઘેરારોષની લાગણી પ્રવર્તી ગઈ હતી.તેમજ બરવાળા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો  આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleકેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીનું નામ ખુલતા ભારે ખળભળાટ
Next articleઅલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા દ્વારા ૬ ગામના સરપંચો સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો