બીજેપી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, સબરીમાલાના ભક્તોની સાથે ‘ગુલાગ કેદિઓ’ની જેમ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. બીજેપી અધ્યક્ષે આરોપ લગાવતા કહ્યું કે, શ્રદ્ધાળુઓને કચરાના ઢગલામાં અને ભૂંડના રહેવાની જગ્યા પર રાત વિતાવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. શાહે કહ્યું કે, કેરળ સરકાર લોકોના વિશ્વાસને કચડવાની કોશિશ કરી રહી હતી, પરંતુ બીજેપી શ્રદ્ધાળુંઓની સાથે મજબૂતાઇ સાથે ઉભી રહી હતી. પિનરાયી વિજયન સરકાર જે રીતે સબરીમાલાના સંવેદનશીલ મામલાને સંભાળી રહી છે તે નિરાશાજનક છે. કેરળ પોલીસ યુવા યુવતીઓ, માતાઓ અને બુઝૂર્ગોની સાથે અમાનવીય વ્યવહાર કરી રહી છે.
ભોજન, પાણી, આશ્રય અને સાથે પાણી જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ વગર કઠિન તીર્થ યાત્રા માટે મજબૂર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારથી કેરળની લેફ્ટ સરકારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં ૧૦-૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશના નિર્ણયને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી સબરીમાલા અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.