વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહિ લડે

870

ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. ઇન્દોરમાં એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય સારું નહી રહેતું હોવાથી તેઓ ચૂંટણી લડશે નહીં. સુષમા સ્વરાજે કહ્યું કે આ અંગે પાર્ટીને પોતાની ઇચ્છા જણાવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા ઘણા દિવસોથી ચર્ચા ચાલતી હતી કે વિદેશ પ્રધાન આગામી લોકસભા ચૂંટણી નહીં લડાવનો નિર્ણય લઇ શકે છે. જો કે એક અહેવાલ મુજબ ભાજપ તેમને રાજ્યસભા દ્વારા સંસદમાં મોકલી શકે છે. જો કે સુષમા સ્વરાજે કહ્યું આમ તો પાર્ટી નક્કી કરે છે પરંતુ મે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ વિદિશાથી સાંસદ છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદૂરસ્ત જોવા મળી રહી છે. ઘણી વખત તબિયતને લઇને તેમને હોસ્પિટમાં સારવાર હેઠળ ખસેડવામાં પણ આવ્યાં છે. હાલમાં સુષમા સ્વરાજ મધ્ય પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યાં છે.

Previous articleસબરીમાલાના ભક્તોની સાથે ગુલામ કેદીઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે : અમિત શાહ
Next articleછત્તિસગઢમાં બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ ૭૦ ટકાથી વધુ મતદાન