દબંગ દિલ્હીએ ગુજરાત ફોર્ચ્યુનને ૨૯-૨૬થી હરાવ્યું

1075

શહેરના અરેના ટ્રાન્સ સ્ટેડિયા પર રમાઈ રહેલી વિવો પ્રો. કબડ્ડી લિગની મેચમાં ફોરચ્યુન જયન્ટસના ઘરઆંગણે વિજયી અભિયાનને આગળ વધારવાના પ્રયાસને બ્રેક વાગી હતી. દબંગ દિલ્હી કેસીએ પ્રત્યેક પળે રોમાંચક રહેલી મેચ અંતિમ મિનિટમાં ૨૯-૨૬થી મેચ જીતી લીધી હતી. જોકે આ પરાજય છતાં ગુજરાતે ઝોન એમાં આઠ વિજય અને આ બીજા પરાજય સાથે યુ મુંબ્રા બાદ બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે દબંગનો અગિયારમી મેચમાં પાંચમો વિજય છે અને તે ૩૨ પોઈન્ટ સાથે ઝોન એમાં ચોથા ક્રમે છે. ૨૧ નવેમ્બરે ગુજરાતનો મુકાબલો તેના ઘરઆંગણે જ યુ મુંબા સામે થશે.

મેચમાં જોરદાર રસાકસી રહી હતી અને સ્કોર વારંવાર બરોબર થઈ જતો હતો. અને ૮-૮, ૯-૯ તથા ૧૦-૧૦ સુધી બન્ને ટીમો એક બીજા પર વધુ સરસાઈ મેળવી શકી નહતી. અંતે ગુજરાતે સળંગ બે પોઈન્ટ મેળવીને સ્કોરને ૧૨-૧૦ પર પહોચાડ્યો હતો. જે બાદ દિલ્હીએ પોઈન્ટ માટે ખૂબજ પ્રયાસ કર્યા પરંતુ હાફ ટાઈમ પહેલાં બન્ને ટીમોએ વધુ એક-એક પોઈન્ટ મેળવવા સાથે સ્કોર ૧૩-૧૧ રહ્યો હતો.

પ્રથમ હાફ સુધીમાં યજમાન ટીમ અને દિલ્હીની ટીમની રમતમાં બહુ વધુ અંતર જોવા મળ્યું નહતું. યજમાન ટીમે રેઈડથી પાંચ જ્યારે પ્રવાસી ટીમના ૪, ટેકલમાં બન્ને ટીમના બરોબર ૭-૭ જ્યારે ગુજરાતને એક માત્ર એકસ્ટ્રા પોઈન્ટ મળી શક્યો હતો.

Previous articleબોક્સરે જજ અને રેફરી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
Next articleહિંમતનગર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ અંગે વર્કશોપ યોજાયોૃ