હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિન ની ખુશી માં હિંમતનગર સહિત જીલ્લાભરમાં ઈદે-મિલાદુન્નબી નું ભવ્ય ઝુલુસ કાઢી ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
શહેર ની વિવિધ મસ્જીદો માં અગિયાર દિવસ સુધી વાયજ અને નાતશરીફ નો પ્રોગામ રાખવામાં આવ્યો હતો.તેમજ મસ્જીદો ને રંગબેરંગી રોશની શણગારવા માં આવી હતી.શહેર માં ઈદે-મિલાદુન્નબી ની ખુશી માં મુસ્લિમ સમુદાય ધ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં સવારે દાવતે-ઈસ્લામી ધ્વારા લીલી પાઘડી અને સફેદ ઝભ્ભા લેંગાથી સજજ વસ્ત્રો સાથે મરહબા-યા મુસ્તુફા ના નારા સાથે નાત શરીફ પઢતા પઢતા મુસ્લિમ સમુદાય ના લોકો ઝુલુસ માં જોડાયા હતા.ઝુલુસ વ્હોરવાડ થી નીકળી ભાગ્યોદય ડેરી થઈ પોલોગ્રાઉન્ડ,હાજીપુરા થઈ હઝરત હસન શહીદ(ર.અ.)દરગાહ ખાતે વિસજીૅત થયું હતું.ઝુલુસ માં મકકા-મદિના હઝરત હસન શહીદ (ર.અ.)ની દરગાહ સહિત વિવિધ આબેહુબ કલાકૃતિ ઓ લોકો નું આકષૅણરૂપ બની હતી.
જયારે બપોર બાદ હાજીપુરા હુસૈની કમીટી ધ્વારા ડી.જે.સાઉન્ડ સાથે વાહનો ને શણગારી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. તો બીજી તરફ સવારે અશરફનગર છાપરીયા અને હાજીપુરા હુસૈની ચોક માં (ન્યાજ)પ્રસાદ નો પ્રોગામ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ની મહિલા ઓ અને પુરૂષો એ ન્યાજ(પ્રસાદ)લાભ લીધો હતો. આમ શહેર માં ભાઈચારા સાથે શાંતિપૂણૅ રીતે ઈદે-મિલાદુન્નબી તહેવાર ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.તો બીજી તરફ પોલીસ વડા ના માગૅદશૅન હેઠળ એ ડીવીઝન અને બી ડીવીઝન ના પોલીસ અધિકારી ઓ ધ્વારા ચુસ્ત જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.