વિરમગામના દોલતપુરા ગામ પાસેથી પસાર થતી ગોરૈયા શાખાની નર્મદાની સબ કેનાલમા સિંચાઇનું પાણી ન પહોંચતા ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે. છ થી વઘુ ગામોમાં સિંચાઇનુ પાણી ન પહોંચતા ખેડૂતોની કફોડી હાલત બની છે.
સમગ્ર ગુજરાતમાં અપૂરતા વરસાદ અને કેનાલમા પાણી ન છોડાતા ખેડૂતોની કફોડી હાલત બની છે. ત્યારે નર્મદાની મેઇન સબ અને માઇનોર કેનાલમા પાણી ન છોડાતા ખેડૂતોની કફોડી હાલત બની છે. બીજી બાજુ પાણી મળતા પાકને નુકશાન પહોંચ્યુ છે. વિરમગામના દોલતપુરા-ગોરૈયા-ડુમાણા-જીવઢગઢ સહિતના ગામોમાં સબ-માયનોર કેનાલોમાં સિંચાઇનું પાણી ન પહોંચતા ખેડૂતોના ઉભા પાક સૂકાઈ રહ્યા છે. દર વર્ષે પાક સુકાયા બાદ પાણી અપાતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
બીજી બાજુ આગળ પહોંચેલા પાણી માટે અન્ય ગામોના અસામાજિક તત્વો દ્વારા પાણીની ચોરી કરતા હોવાની પણ ખેડૂતો કહી રહ્યાં છે.