સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર સંલગ્ન શ્રીમતી એમ પી પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સી પી સી, કડી ના વિદ્યાર્થીઓ એ પરીક્ષા પુરી થયાનો આનંદ અનોખી રીતે ઊજવ્યો.સર્વ વિદ્યાલય કૅમ્પસ કડી ની કોમર્સ કોલેજ ના એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ લોકો પાસે થી કપડાં બુટ કે ચપ્પલ જેવી વસ્તુઓ ભેગી કરીને કડીના વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકો ને વહેંચીને ખુશી મેળવી છે.
આ પ્રોગ્રામ માટે સંસ્થાના ચેરમેન મંત્રી મંડળના સભ્યો અને કોલેજના પ્રિન્સિપાલે બિરદાવ્યા હતા સાથેજ એન એસ એસ યુનિટ્ દ્ગછ પ્રોગ્રામ ઓફિસર પ્રો સોનાજી રાજપૂત દ્વારા સ્વયં સેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.