સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ હવે બનશે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’

1114

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ હવે સાબરમતી નદીના કિનારે ભગવાન બુદ્ધની પ્રતિમાનું નિર્માણ કરાશે, આ પ્રતિમાની ઊંચાઈ ૮૦ ફુટ હશે. સ્ટેચ્યૂના નિર્માણ માટે રાજ્ય સરકારના દ્વારા ગાંધીનગર નજીક પાંચ એકર જમીન પણ ફાળવવામાં આવી છે. ભગવાન બુદ્ધની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ પીસની ડિઝાઈન બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હવે અમદાવાદથી મહુડી જતા સહેલાણીઓ ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક, અક્ષરધામ અને સ્ટેચ્યૂ ઓફ પીસ એક સાથે નિહાળી શકશે.

Previous articleગંદકીથી ખદબદતા દહેગામ ST ડેપોના શૌચાલયથી લોકો પરેશાન
Next articleમોડાસામાં ૩૦ કીલો મગફળીની ભરતી છતાં ૩૫ કીલોનું સ્ટીકર લગાવાયું