વેસ્ટર્ન રેલ્વેની વર્ષોથી પડેલી નેરોગેજ લાઈનની જમીન પર સંસ્કાર મંડળ પાસે મહાપલાકિા દ્વારા રોડ પહોળો કરવાની જનરલ મેનેજર સમક્ષ માંગણી કર્યા બાદ રેલ્વે દ્વારા આ જમીન પર બ્યુટીફીકેશન કરવાનું કહેતા સ્થાનિક રહીશો દ્વારા દેકારો મચાવ્યો હતો. ત્યારે રેલ્વેના અધિકારીઓ સાથે આજે સાંસદ ડો. શિયાળ સ્થળ ઉપર રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતાં.
નેરોગેજ રેલ્વે લાઈનની જમીન વર્ષોથી પડતર હોય અને ત્યાં આવારા પ્રવૃત્તિ થતી હોય સંસ્કાર મંડળ, ખોડિયાર મંદિર પાછળનો રસ્તો પહોળો કરવા માટે તાજેતરમાં ભાવનગર આવેલા રેલ્વેના જી.એમ. સમક્ષ દરખાસ્ત કરાયેલી બાદમાં રેલ્વે દ્વારા આ જમીન ઉપર હોલ તથા બ્યુટીફીકેશન કરવાની વાત કરતા રોડ સાંકડો થઈ જવાનો હોય સ્થાનિક સોસાયટીના રહીશોએ દેકારો કરતા રેલ્વેના અધિકારીઓ સાથે સાંસદ ડો. ભારતીબેન શિયાળ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોને સાંભળ્યા હતા અને રેલ્વે તથા મહાપાલિકાને સંકલન કરાવી વચ્ચેનો રસ્તો કાઢવાની સાંત્વના આપી હતી.