રાજુલા નજીક ગત મોડીરાતે એક બાઈક વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા એક યુવકનું મોત થયું હતું જેને પી.એમ. માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા નજીક દિપડીયા ગામ નજીકથી સંજય દુલાભાઈ સોલંકી (ઉ.વ.ર૭) પોતાનું બાઈક લઈ પસાર થતો હતો. ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સિમેન્ટના થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો. જેને માથના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. બાદમાં રાજુલા સિવિલ હોસ્પિટમાં લવાયો હતો. જયાં પીએમની કાર્યવાહી કરાઈ હતી. મૃતક યુવાન ભાડા ગામનો વતની હોવાનું જાણવા મળેલ છે.