વારાહ સ્વરૂપ તુલસી વિવાહમાં ર૦ હજારની જનમેદની ઉમટી

1001

જાફરાબાદના વિશ્વ આખામાં એક માત્ર વારાહ ભગવાનના મંદિર ખાતે અતિ ભવ્યાતિભવ્ય તુલસી વિવાહનું આયોજનમાં ર૦,૦૦૦ની જનમેદની પહેલીવાર ઉમટી પડ્યા ઠાકોરની જાન કથીવદરથી આવી. જેમાં ટ્રસ્ટી મીઠાભાઈ લાખણોત્રા પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની ખાસ ઉપસ્થિતિ લોક ગાઈકા કીંથજલ દવે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જાફરાબાદના વારાહસ્વરૂપ ગામે આવેલ વિશ્વમાં એક માત્ર વારાહ ભગવાનનું પ્રાગટય સ્થળે મંદીર હોય તે મંદિર ટ્રસ્ટ તેમજ આજુબાજુના ગામોના સરપંચો માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા ટ્રસ્ટીના માર્ગદર્શનથી ભવ્યાતિ ભવ્ય તુલસી વિવાહનું આયોજન થયું. જેમાં ઠાકોરજીની જાન રાજુલા તાલુકાના કથીવદરથી સમસ્ત ગ્રામજનો દ્વારા જાડી જાન લઈને વારાહ સ્વરૂપના દેવી માતાજી વૃંદા દેવીને પરણવા તુલસી વિવાહ મહા પ્રસંગે ખાસ ઉપસ્થિત હીરાભાઈ સોલંકી, જીગ્નેશ પટેલ માર્કેટયાર્ડ રાજુલા પ્રમુખ તેમજ પુનાભાઈ ભીલ, ભાંકોદર સરપંચ સાદુળભાઈ, કોવાયા સરપંચ, વારાહ સ્વરૂપ સરપંચ સનાભાઈ સહિત આજુબાજુના સરપંચો તેમજ ટ્રસ્ટીઓના આમંત્રણે માન આપી અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટના (૮૦૦) ગોપીકા પ્રસાદ વિવારીજી આહીર સમાજ અગ્રણી બાધાભાઈ લાખણોત્રા, પ્રમુખ દડુભાઈ વાધ, સરપંચ હરસુરભાઈ, અલ્ટ્રાટેક ગુજરાતસિમેન્ટ ભાનુકુમાર, સદાનંદજી, વિવેક ખોસલાજી, સ્વાન એનર્જીના જી.એસ.પી.ચી. કમીની તેમજ આસપાસની મહાકવિ કંપનીઓના અધીકારીઓની હાજરીમાં ર૦,૦૦૦ની જનમેદનીનો મહાસાગર ઉમટી પડ્યો જેમાં તુલસી માતાજીના વિધીવત લગ્નોત્સવમાં લગ્નગીતો તેમજ મહાપ્રસાદ અને રાત્રે સુપ્રસિધ્ધ ગાયકા કીંજલ દવેની એન્ટ્રી થતા ર૦,૦૦૦ની મેદનીએ કીકીયારીથી વધાવ્યા અને સ્ટેજ ઉપર પણ કીંજલ દવેએ આહીર સમાજનો પહેરવેશ પહેરી આકર્ષણનું કેન્દ્ર રહ્યા. તેમજ જીણારામબાપુ, વૃંદાવન ધામ રામપરાના મહંત રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિ રહી.

Previous articleવલભીપુરમાં ઈદેમિલાદની ઉજવણી
Next articleબરવાળાના રાણપરી ગામે નર્મદા કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગ