૧૯૮૪ના નરસંહાર મામલે દિલ્હી હાઇકોર્ટના નિર્ણય બાદ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું, ૧૯૮૪ના નરસંહાર મામલે કાલે દિલ્હી કોર્ટે ૨ અપરાધીઓમાંથી એકને ફાંસી અને એકને આજીવન કેદની સજા સંભળાવી છે. આ નિર્ણયથી અમને સંતોષ છે.
તેમણે કહ્યું , સ્વર્ગીય વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જ્યારે વડનું વૃક્ષ પડે છે તો ધરતી હલે છે. કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી તેમના ભાષણથી પોતાને અલગ કર્યું નથી. છેલ્લા ૩૫ વર્ષમાં કોંગ્રેસ પાર્ટીએ યોજનાબદ્ધ અને સુનિયોજિત રીતે તે વાતનો પુરો પ્રયત્ન કર્યો છે કે, ૧૯૮૪ના નરસંહારના આરોપીઓ વિરુદ્ધ કોઇ પ્રમાણિક કાર્યવાહી થશે નહીં.
રવિશંકર પ્રસાદે કહ્યું, કોંગ્રેસે તપાસને કોઇપણ રીતે અવરોધવાનો પ્રયત્ન કર્યો જ્યારે ભાજપની સરકારે ૨૦૧૫માં જીૈં્ બનાવી. આ જીૈં્ના કારણે કોર્ટનો નિર્ણય જલ્દી આવ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તરફથી બનાવવામાં આવેલા વેદ મારવાહ કમિશનનું કામ રોકી દીધુ હતુ અને જ્યારે રંગનાથ મિશ્રએ કહ્યું કે, કોઇ ષડ્યંત્ર નથી થયું તો તેમણે રાજ્યસભાના સભ્ય બનાવી દેવામાં આવ્યા.
રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતા કમલનાથ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, કોંગ્રેસને જવાબ આપવો પડશે કે કમલનાથને પંજાબના પ્રભારી પદ પરથી એક સપ્તાહમાં જ કેમ હટાવી દેવામાં આવ્યા.