લગભગ ૭૦,૦૦૦ પ્રેક્ષકોની ભારત સામેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીમાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શુક્રવારે રાતે રમાનારી બીજી મેચમાં આશા રખાય છે.
ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો બ્રિસ્બેનમાં ગબ્બા ખાતે બુધવારે પહેલી મેચથી આરંભ થયો હતો. રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરની ત્રીજી મેચમાં ૩૫,૦૦૦ પ્રેક્ષકની હાજરીની આશા રાખવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં કોઈ એક ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ પ્રેક્ષકોની સંખ્યાનો વિક્રમ દસ વર્ષ અગાઉ મેલબર્નમાં ભારત સામેની મેચમાં ૮૪,૦૪૧ નોંધાયો હતો.
પહેલી ટી-૨૦ મેચમાં ચાર રનથી જીત્યા બાદ ઑસ્ટ્રેલિયન બોલર માર્કસ સ્ટોઇનિસે કહ્યું કે ભારતને હરાવવા માટે અમે ખાસ રણનીતી બનાવી હતી. બ્રિસ્બેન ટી-૨૦ના હીરો સ્ટોઇનિસે જણાવ્યું કે ભારત સામે ડેથ ઓવરોમાં બોલની સ્પીડ ઓછી કરવી તેમની રણનીતી હતી. રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરની ત્રીજી મેચમાં ૩૫,૦૦૦ પ્રેક્ષકની હાજરીની આશા રાખવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં કોઈ એક ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ પ્રેક્ષકોની સંખ્યાનો વિક્રમ દસ વર્ષ અગાઉ મેલબર્નમાં ભારત સામેની મેચમાં ૮૪,૦૪૧ નોંધાયો હતો.