અડાલજ પોલીસે રાણીપ વિસ્તારમાં થયેલા ખુનના ગુનામાં નાસતા ફરતાં બે આરોપીને ઝડપી લીધા છે. અડાજલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. જી. એનુરકાર, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ છપ્પનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ આશિષસિંહ સર્વેશ્વરસિંહ ઈદના તહેવારને લઈને ઉવારસદ ચોકડી ખાતે હાજર હતા. આ દરમિયાન તેઓએ મળેલી બાતમીના આધારે રાજેશકુમાર ઉર્ફે રાજુભાઈ હીરાચંદ શાહ (૪૪ વર્ષ, રહે-હરભોલે સોસાયટી, સુભાષબ્રિજ) થતા પોપટલાલ હિરાચંદ શાહ (૫૪ વર્ષ, રહે-પાર્શ્વનાથનગર, ચાંદખેડા)ને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૨,૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે અને બંને નાસતા ફરતા હતા. જેને પગલે અડાલજ પોલીસે રાણીપ પોલીસ સ્ટેશને આ અંગેની જાણ કરી આગળની કાર્વયાહી હાથ ધરી હતી.