કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રિફર ટ્રાન્સપોર્ટને ખૂલ્લુ મૂકયુ હતું.
ખેડૂતોની ખેતપેદાશો અને બાગાયતી પાકોના સંગ્રહની ક્ષમતા વર્ધન માટે રાજ્યમાં ર૦રર સુધીમાં હાલની કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા વધારીને ૩૦ લાખ મેટ્રીક ટન કરવાની નેમ વ્યકત કરી છે.
આ ત્રિદિવસીય રેફકોલ્ડ પ્રદર્શનીમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે.
ખેડૂતની ખેતપેદાશથી લઇને ફૂડ પ્રોડકટ ઇન્ડસ્ટ્રીઝ સુધીની સમગ્ર વેલ્યુચેઇનમાં આજે રેફ્રીજરેશન ફેસેલીટીઝ અને કોલ્ડ સ્ટોરેજની ભૂમિકા લગાતાર વધતી રહી છે. અગાઉ આવી સુવિધાઓના અભાવે ખેડૂતને પોતાના ઉત્પાદનો બહુ નજીવા ભાવે વેચી દેવા પડતા અને આર્થિક નુકશાન વેઠવા વારો આવતો એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
હવેનો સમય બદલાયો છે. કેન્દ્રની વર્તમાન સરકાર કિસાનોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના ધ્યેય મંત્ર સાથે પ્રોડકટીવીટી સાથોસાથ પ્રોફિટે બિલીટ ને પણ અહેમિયત આપે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં કોલ્ડ ચેઇન અને રેફ્રિજરેશન ફેસેલીટીઝ મહત્વનું પરિબળ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાત દુધ, ફળ-ફળાદી, શાકભાજી અને સી-પ્રોડકટસ જેવી હાઇલી પેરીશેબલ ફૂડપ્રોડકટના ઉત્પાદનમાં અગ્રણી છે. તેની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ ફેસેલીટીઝને પ્રોત્સાહન માટે આગળ વધી રહી છે. રાજ્યમાં ૩૭પ થી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ તેમજ ૧૪૦થી વધારે મિકસ કોમોડીટી કોલ્ડ સ્ટોરેજ છે તેની છણાવટ કરતાં કહ્યું કે, કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ઇરેડીયેશન પ્લાન્ટ સ્થાપવા રૂ. પ કરોડ સુધીની સબસીડી તેમજ કૃષિ ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય નિકાસને વેગ આપવા એર કાર્ગો-સી.કાર્ગો માટે રૂ. ૧૦ લાખ સુધીની ટ્રાન્સપોર્ટેશન સબસીડી પણ આપવામાં આવે છે.
કેન્દ્રીય કૃષિ કલ્યાણ અને પંચાયત રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ દેશ-વિદેશમાંથી રેફ કોલ્ડ-૨૦૧૮ ઇન્ડીયામાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓને આવકારતા કહ્યું કે, ખેતીની સાથે-સાથે ડેરી ઉદ્યોગ પણ આ ક્ષેત્રે વધુ બળવત્તર બને તે માટે આપણે પ્રયાસો કરવા પડશે. ગુજરાતનું અમૂલ ડેરી પ્રોડક્ટ ટેસ્ટ ઓફ ઇન્ડીયા બની ગયું છે.
ગુજરાતમાંથી કેરી સહિત વિવિધ ફળો, શાકભાજીની નિકાસ થાય છે તેમાં રેફ્રીજરેશન ઉદ્યોગની મહત્વની ભૂમિકા રહી છે. રાજ્યમાં ચીકુનું વધુ ઉત્પાદન થાય છે ત્યારે ચીકુનો ટેસ્ટ વિશ્વના લોકો સુધી પહોંચે એવા પ્રયાસો કરીશું તો કાર્યક્રમ ચોક્કસ ફળીભૂત નિવડશે.