ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર તથા માજી સૈનિક સંગઠન ભાવનગર સુરક્ષા સમિતિ દ્વારા મતદાન જાગૃતિ અર્થે બાઈક રેલી યોજાઈ હતી. આ બાઈક રેલી શિવાજીસર્કલ ખાતેની સેંટ ઝેવીયર્સ સ્કુલથી શરૂ થઈને ઘોઘાસર્કલથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને રેલીમાં જોડાયેલા બાળકો તથા યુવાનોએ મતદાન માટે પોસ્ટર, બેનર થકી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ રેલીમાં સ્વીપના નોડલ અધિકારી શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, માજી સૈનિક સંગઠન ભાવનગરના પ્રમુખ મહેન્દ્ર શર્મા, માજી સૈનિકો, યુવાનો, બાળકો જોડાયા હતા.