દિલ્હીના સિગ્નેચર બ્રિજ ખાતે શુક્રવારે સવારે મોટી હોનારત સર્જાઇ છે. અહીંયા સેલ્ફી લઇ રહેલાં બે યુવાનોના પુલ ઉપરથી નીચે પડતા મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ બંને યુવાનો બાઇક ઉપર સવાર હતાં અને તેમની બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. બંને યુવાનો સેલ્ફી લેતી વખતે પુલ ઉપરથી નીચેની રેતીમાં પટકાયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે ૯ વાગ્યે પુલ ઉપર જે સ્થળે તેમની બાઇક ટકરાઇ ત્યાં એક મોટો ગેપ હતો. આ ગેપમાંથી જ તેમની બાઇક પુલથી નીચે પડી અને બંને યુવાનોના મૃત્યુ નીપજ્યાં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.