પોખરણ અને સત્યમેવ જયતે હિટ નીવડયા બાદ અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્ર્રાહમ પણ બીઝી કલાકાર બની ગયો છે. લેટેસ્ટ માહિતી મુજબ ૨૦૧૯માં જ્હૉનની એેકસાથે છએક ફિલ્મો આવવાની શક્યતા છે. સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શના એક અહેવાલ મુજબ છમાંની એેક ફિલ્મમાં જ્હૉન પોતે પણ અભિનયની સાથોસાથ સહનિર્માતાની જવાબદારી અદા કરશે. આ ઉપરાંત જ્હૉનને લઇને ટી સિરિઝના ભૂષણ કુમાર, એમી એન્ટરટેઇનમેન્ટના નિખિલ અડવાણી, મોનીષા અડવાણી અને મધુ ભોજવાની જ્હૉનને લઇને ફિલ્મો બનાવી રહ્યા છે અથવા પ્લાનિંગ કરી રહ્યા છે. આ બધી ફિલ્મો ૨૦૧૯માં રજૂ કરવાની એ લોકોની યોજના છે.