ગત વર્ષે દેશમાં લાગુ થયેલા જીએસટી ટેક્સ સિસ્ટમને હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ક્રમમાં પણ ભણવાના છે. ગુજરાત ના શિક્ષણ વિભાગે વર્ષ વર્ષ ૨૦૧૯ ના નવા શેક્ષણિક સત્રમાં ધોરણ ૧૧ અને ૧૨ માં જીએસટીના નવા પાઠ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. અભ્યાસક્રમમાં જીએસટીને સામેલ કરવા અંગે ૯ જેટલા ચાર્ટડ એકાઉન્ટ્ન્ટનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.
દેશભરમાં જીએસટી(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ હવે ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપ્યું છે. શિક્ષણ વિભાગે જીએસટી વિષયને અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે. જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ ૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આમ હવે વર્ષ ૨૦૧૯થી ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
જીએસટીના જટિલ અભ્યાસક્રમને અર્થ શાસ્ત્રમાં થિયરી તરીકે અઢી પાનાનો પાઠ ઉમેરવામાં આવશે. તો એકાઉન્ટ વિષયમાં પ્રેક્ટિકલ તરીકે જીએસટી વિષયને સમાવવામાં આવ્યો છે. જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડફ્ર મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાફ્રતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે. અભ્યસક્રમમાં જીએસટી સામેલ કરવા માટે નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાફ્રતાં અધિકારીનું પણ માર્ગદર્શન લેવાયુ છે. તો સાથે જ કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે.
નવાઈની વાત એ છે સમગ દેશમાં જીએસટી સિસ્ટમ અમલી બની છે. ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે જે હવે અભ્યાસ ક્રમમાં વિષય તરીકે જીએસટીને સામેલ કરવા જઈ રહ્યું છે.