ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ભાઈ ચાવડાની સુચનાથી નવા વર્ષના શુભ સંકલ્પ સાથે અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને શુભેચ્છાઓ પાઠવવા માટે સ્નેહમિલન સમારોહ યોજવામા આવ્યો હતો
તેમા કોંગ્રેસના આગેવાનો દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી, સાથે સાથે વલભીપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા હોદ્દેદારોને નિમણુક પત્ર વિતરણ કરવામા આવ્યા હતા,અને આગેવાનો દ્વારા આવનારી ૨૦૧૯ લૉકસભાની ચુટણીની વિસ્તૃત માહિતી અપાઈ હતી. જેમા વલભીપુર શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા આગેવાનોને લોકસભા મોટી લીડ મળશે તેવો કૉલ અપાયૉ હતો. સાથે સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નવા નિમાયેલા નવનિયુક્ત હોદ્દેદારો પ્રદેશ મંત્રી મનોહરસિંહ ગોહિલ, પ્રદેશ મંત્રી જગદિશ જાજડિયાનુ સન્માન કરવામા આવ્યુ. આ કાર્યક્રમમા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ ભાઇ મારું જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નાનુભાઇ વાઘાની પ્રભારી પરેશ ભાઇ શુક્લ તથા ડીડી માણીયા, પ્રભાતસિંહ વેગડ,રાયંસગભાઈ, નાનજીભાઈ કુકડીયા,દશરથસિહ ગોહિલ, અનુસુચિત જાતિના ચેરમેન બાબુલાલ બારૉટ વલભીપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનસુખભાઇ મકવાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાવિક ધાનાણી, યુવા પ્રમુખ શહેર જયેશ દેવાની તાલુકા યૂથ કોંગ્રેસના પ્રમુખ ભાવેશ સોલંકી તથા બધા કોંગ્રેસ ના યુવા કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન ડાબસરા, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ગોહિલ,નગરપાલિકાના વિપક્ષ નેતા વિનુભાઈ વઘાસીયા જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, સહિતના વિવિધ આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતાં.