બોટાદ જીલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર કબીર આશ્રમ આવેલો છે સંતશ્રી જીવણ સાહેબના વખત થી આ આશ્રમે હજ્જારો સેવકો આવે છે તારીખ ૨૮.૨.૨૦૦૧ રોજ કબીર આશ્રમના સંતશ્રી જીવણ સાહેબ નિજધામ સીધાવ્યા હતા હાલ તેમની સમાધીના દર્શન કરવા માટે સેવકો ખુબજ મોટી સંખ્યામાં આવે છે જીવણ સાહેબના શિષ્ય ગોરધનભગત પીતાંબરભાઈ પ્રજાપતિનુ તારીખ ૨૩.૧૧. ૨૦૦૭ રોજ સતલોક સિધાવ્યા હતા ગોરધનભગત નો પરિવાર હાલ વડોદરા રહે છે ગોરધનભગત ની ૧૨ મી પુર્ણતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા રાણપુર કબીર આશ્રમે ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલના ૭૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવ્યુ હતુ આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ભજન, સત્સંગ, ગરબા સહીત અનેક કાર્યક્રમો કર્યા હતા ગોરધનભગતના જીવન ચરિત્ર ને યાદ કરીને તેમનો પરિવાર ભાવુક થયો હતો ગોરધનભગત ના પરિવારે પોતાની હાથે જ સ્કુલના ૭૦૦ કરતા વધુ બાળકોને શાક,પુરી,બુંદી,ગાઠીયાનુ ભોજન કરાવ્યુ હતુ આ અંગે ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજયભાઈ ગદાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ગોરધનભગત ના પરિવાર દ્વારા દર વર્ષે હાઈસ્કુલ ના બાળકોને બટુકભોજન કરાવે છે અને છેલ્લા ૧૨ વર્ષથી આ ગોરધનભગત નો પરિવાર બાળકાને પેટ ભરીને બટુક ભોજન કરાવે છે સાથે સાથે તમામ બાળકાને ફરજીયાત ગિફ્ટ પણ આપ છે.