જિલ્લાના પીઆઈ, પીએસઆઈ સહિતના કાફલા દ્વારા ગેરકાયદેસર બ્લેક ફીલ્મ તેમજ ગાડીમાં ગેરકાયદેસર હથિયારોનું ચેકીંગ હાથ ધરાયું જિલ્લો બન્યા બાદ સૌપ્રથમ વખત એસપી દ્વારા મુખ્ય માર્ગ્ પર જાતે ચાલી ટ્રાફિકની કરી સમીક્ષા આવતા દિવસોમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી પીધેલી હાલતમાં વાહન ચલાવવા તેમજ અસામાજીક તત્વો પર પુરતી કામગીરી કરવાનું જણાવ્યું હતું.
ગુજરાતના ૬ આઈપીએસની બદલીમાં બોટાદ ખાતે એસપી તરીકે હર્ષદ મહેતાની વરણી કરવામાં આવેલ જે વરણી બાદ આજે ચાર્જ સંભાળનાર નવનિયુકત એસપી દ્વારા મેળવેલી માહિતી મુજબ બોટાદ શહેરમાં મુખ્ય માથાના દુઃખાવા સમાન ટ્રાફીક તેમજ આડેધડ પાર્કિંગ તેમજ લુખ્ખા તત્વો દ્વારા ગાડીમાં ગેરકાયદેસર ફિલ્મ લગાડવા તેમજ ગાડીમાં ધોકા પાઈપ અને હથિયારો રાખતા હોવાની મળેલ માહિતીને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લાના પીઆઈ એન.કે.વ્યાસ સહિત જિલ્લાના પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતના કાફલા દ્વારા શહેરના મુખ્ય તમામ માર્ગ્ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જે ચેકિંગ દરમયાન ફોર વ્હીલમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મવાળી તમામ ગાડીઓની બ્લેક ફીલ્મો સ્થળ પર જ દુર કરવામાં આવી ત્યારે બોટાદ જીલ્લો બન્યા બાદ પ્રથમ ખવત એસ.પી. હર્ષદ મહેતા દ્વારા મુખ્ય માર્ગો પર ચાલીને ટ્રાફિકની સમસ્યા તેમજ અન્ય પરિસ્થિતિની સમીક્ષા કરી વાહન ચાલકો પર ગેરકાયદેસર અન અધિકૃત રીતે ઘાતક હથિયારો તેમજ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા અસામાજિક તત્વો પર કડક હાથે કામ કરવામાં આવશે તેવા નિવેદન સાથે આજે ટ્રાફિક ડ્રાઈવની કામગીરી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.