બોલ્ડ વિડીયો શેર કરતા ટ્રોલ થઇ સારા ખાન

2211

ટીવીનાં સૌથી વિવાદિત શૉ ‘બિગ બૉસ’ની એક્સ કંટેસ્ટેંટ અને જાણીતી એક્ટ્રેસ સારા ખાન પોતાના બૉલ્ડ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. સારાનો એક વિડીયો અત્યારે ચર્ચામાં છે. આ વિડીયો તેના નવા ગીત ‘બ્લેક હાર્ટ’નો છે, જે આ મહિને ૨૧ તારીખે રીલીઝ કરવામાં આવ્યો હતો. સારા આ વિડીયોમાં ઘણા જ બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પોતાનો આ વિડીયો જેવો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો તે લોકોનાં નિશાને આવી ગઈ હતી. સારાનાં આ વિડીયો પર એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું, ‘મે આજ સુધી આને સંપૂર્ણ કપડામાં જોઈ જ નથી, તારાથી સારી તો રાખી સાવંત છે.’ તો એક અન્ય યૂઝરે લખ્યું, ‘રાખી સાવંત સાથેની દોસ્તીની આ અસર છે.’ આ પહેલા પણ સારા ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચુકી છે. સારાએ હાલમાં જ બિકિની પહેરીને ફૉટોશૂટ કરાવ્યું હતુ.

Previous article‘મણિકર્ણિકા’’ ફિલ્મ મારા માટે સ્વપ્ના જેવું ડેબ્યૂ છે : અંકિતા લોખંડે
Next articleઈજાગ્રસ્ત આલિયાએ કેબલ પર જોખમી સ્ટંટ કર્યો