અમદાવાદ પોલીસે ગુણવત્તાયુક્ત સર્વિસ પુરી પાડવાના ભાગરુપે આઈએસઓ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી છે. કદાચ આખા દેશમાં કોઈ શહેરની પોલીસે આઈએસઓ સર્ટિફિકેટ મેળવવા માટે કાર્યવાહી કરી હોય તેવી પહેલી ઘટના છે.
સર્ટિફિકેટ મેળવવા માટે અમદાવાદ શહેરના દરેક પોલીસ ઝોનમાં એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે.અમદાવાદ પોલીસનુ કહેવુ છે કે સર્ટિફિકેટ મેળવવા માટે જરુરી તમામ કાર્યવાહી પુરી કરી દેવાય છે.
પોલીસનુ કહેવુ છે કે આઈએસઓ સર્ટિફિકેટ આંતરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા યુક્ત સેવા માટેનુ પ્રમાણપત્ર છે. જેમાં તમામ પ્રકારની ગુણવત્તાઓની ચકાસણી બાદ જ સર્ટિફિેકટ આપવામાં આવે છે.
પોલીસ પણ જનતાને સેવા આપતુ એક પ્રકારનુ સર્વિસ ઓર્ગેનાઈઝેશન છે ત્યારે આઈએસઓ સર્ટિફિકેટથી અમદાવાદ પોલીસ સારી સેવા આપવા માટે વધારે સજાગ બનશે.
સર્ટિફિકેટ આપવાના ભાગરુપે આંતરાષ્ટ્રિય સ્તરની સંસ્થા દ્વારા અમદાવાદની મુલાકાત લઈને પોલીસની કામગીરીનુ ઓડિટ પણ કરવામાં આવશે.તેમાં જે ભુલો હશે તેને સુધારવામાં પણ આવશે અને બીજી વખત ઓડિય કરાયા બાદ સર્ટિફિેકટ મળશે.આ તમામ કામગીરી લગભગ આઠ થી દસ મહિના ચાલશે.
પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે આ માટે અત્યારથી કવાયત શરુ કરી દેવાઈ છે. અધિકારીઓ અને પોલીસ કર્મીઓને પણ આ માટેની જાણકારી આપવામાં આવી રહી છે.